કોરોના વાયરસને અટકાવવા માટે જીલ્લા તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમછતાં હજુપણ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજરોજ તાપી જીલ્લામાં કોરોના વાયરસના નવા 5 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.30-નવેમ્બર નારોજ વ્યારામાં 3 અને સોનગઢમાં 2 કેસ મળી કુલ 5 કેસ નોંધાયા છે.
30-નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસો...
(1) 39 વર્ષિય પુરુષ, અભિષેક એસ્ટેટ,તળાવ રોડ-વ્યારા
(2) 41 વર્ષિય પુરુષ, તુલસીપાર્ક સોસાયટી,ચીખલી રોડ-વ્યારા
(3) 50 વર્ષિય પુરુષ, આરાધના સોસાયટી-વ્યારા
(4) 25 વર્ષિય પુરુષ, મારૂતિ નગર-સોનગઢ
(5) 40 વર્ષિય પુરુષ, મારૂતિ નગર-સોનગઢ
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 ને પાર થયો છે. આજે વધુ 5 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 753 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના ટેસ્ટ માટે 371 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500