કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા 5 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.4-નવેમ્બર નારોજ વ્યારામાં 2 કેસ, સોનગઢ 1 કેસ, વાલોડમાં 1 કેસ અને ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 5 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 720 કેસ નોંધાયા છે, આજે વધુ 4 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 653 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 21 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
4-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 32 વર્ષિય પુરુષ, GH ક્વાર્ટર્સ-વ્યારા
(2) 34 વર્ષિય મહિલા, નવા ફળિયું-વાલોડ
(3) 24 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,સાદડકુવા-સોનગઢ
(4) 20 વર્ષિય પુરુષ, કટાસવાણ-ઉચ્છલ
(5) 46 વર્ષિય પુરુષ, અભિષેક સ્ટેટ એપાર્ટમેન્ટ -વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500