જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી જીલ્લામાં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 5 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.9-નવેમ્બર નારોજ વ્યારામાં 1 કેસ, સોનગઢમાં 2 કેસ અને ઉચ્છલમાં 2 કેસ મળી કુલ 5 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 744 કેસ નોંધાયા છે, અત્યાર સુધી કુલ 673 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 387 સેમ્પલ લેવામાં આવ્યા છે.
9-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 69 વર્ષિય મહિલા, વૃંદાવન સોસાયટી, દેવજીપુરા-સોનગઢ
(2) 60 વર્ષિય પુરુષ, દેવચાંદની-ઉચ્છલ
(3) 60 વર્ષિય પુરુષ, સુંદરપુર-ઉચ્છલ
(4) 32 વર્ષિય પુરુષ, પોલીસલાઇન-સોનગઢ
(5) 42 વર્ષિય પુરુષ, માલીવાડ-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500