તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો થયો છે, પરંતુ જે રીતે લોકો સોશિયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા નો વિષય બન્યો છે.
તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ ના વધુ 3 કેસ મળી આવ્યા છે, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.8-જાન્યુઆરી નારોજ નિઝરના કોપરી ગલીમાં 80 વર્ષીય પુરૂષ, નિઝરના વેલદાગામના લાલનગરમાં 55 વર્ષીય પુરૂષ તથા ઉચ્છલ તાલુકાના મોગલબારામાં 55 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 870 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 817 દર્દીઓ સાજા થયા છે, કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 13 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500