કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 3 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.7-નવેમ્બર નારોજ વ્યારામાં 2 કેસ, સોનગઢમાં 1 કેસ મળી કુલ 3 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 734 કેસ નોંધાયા છે, આજે વધુ 6 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 668 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 20 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
7-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 62 વર્ષિય પુરુષ, કરુણા સાગર મંદિરની પાછળ,જુનુ ઢોડિયાવાડ-વ્યારા
(2) 70 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું, ચીખલવાવ-વ્યારા
(3) 45 વર્ષિય મહિલા, ભીમપુરા ત્રણ રસ્તા-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500