Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના નો કહેર યથાવત : તાપી જીલ્લામાં આજે વધુ 3 કેસ નોંધાયા,કોરોના ટેસ્ટ માટે 374 સેમ્પલ લેવામાં આવ્યા 

  • November 13, 2020 

કોરોના ના કહેર વચ્ચે આજરોજ તાપી જિલ્લામાં વધુ 3 લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.12-નવેમ્બર નારોજ વાલોડ તાલુકાના બાજીપુરામાં રહેતા 42 વર્ષીય પુરૂષ, વ્યારા તાલુકાના પેરવડ ગામના ના ચર્ચ ફળીયામાં રહેતી 28 વર્ષીય મહિલા અને ડોલવણ તાલુકાના પાટીગામના જવાહર ફળીયામાં રહેતા 70 વર્ષીય પુરૂષ મળી કુલ 3 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 753 કેસ નોંધાયા છે, આજે વધુ 6 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 691 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 374 સેમ્પલ લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News