તાપી જીલ્લામાં આજરોજ કોરોના ના 3 કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.30-ડીસેમ્બર ના રોજ વાલોડ તાલુકાના દેગામા ગામના ઢોડીયા ફળીયામાં 29 વર્ષીય યુવક,વ્યારાના કપુરા ગામના લુહાર ફળીયામાં 19 વર્ષીય યુવતી અને સોનગઢના ઉકાઈની જીઇબી કોલોની માં 55 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 859 થયો છે, અત્યાર સુધી કુલ 804 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 371 સેમ્પલ લેવામાં આવ્યા છે, હાલ 14 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500