જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 2 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.25-નવેમ્બર બુધવાર નારોજ વ્યારાના બાલપુર ગામના વાણીયા ફળીયામાં રહેતા 50 વર્ષીય પુરુષ અને ઉચ્છલના બસ સ્ટેન્ડ પાસે રહેતો 28 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 796 પર પહોચ્યો છે, આજે વધુ 4 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 726 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 416 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500