ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારની ગટરમાંથી માનવ અંગો મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. મૃતક સચિન ચૌહાણના મોબાઈલમાં હત્યારા શૈલેન્દ્રસિંગની પત્નિના અશ્લીલ ફોટા ડીલીટ કરવાના મામલે બંન્ને વચ્ચે તકરાર થતાં શૈલેન્દ્રએ રસોડાના ચપ્પુથી સચિનનું ગળુ કાપી તેની નિર્મમ હત્યા કર્યા બાદ શરીરના ટૂકડા કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
મળતી માહિતી અનુસાર, ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં દુધધારા ડેરી નજીક આવેલી વરસાદી કાંસની ગટરમાંથી માનવના કપાયેલા અંગો મળ્યા હતા. તપાસમાં મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. સચિનનો મિત્ર શૈલેન્દ્રસિંગ ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે યુપીના બીજનોરથી તેની ધરપકડ કરી ભરૂચ લઈ આવ્યા બાદ પુછપરછ હાથ ધરતા તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તેની પત્નીના અશ્લીલ ફોટા સચિનના મોબાઈલમાં હતા.
જે ડીલીટ કરવા માટે સચિનને કાકલુદી કરવા છતાં તે ડીલીટ કરતો ન હતો. તારીખ ૨૪ મી માર્ચ નારોજ હરિધામ સોસાયટીમાં શૈલેન્દ્રના ઘરે છે. તેઓ રોકાયા હતા ત્યારે તેમની વચ્ચે પુન: ફોટા બાબતે તકરાર થતાં રોષે ભરાયેલા શૈલેન્દ્રએ સચિનના ગળે ચપ્પુ ફેરવી દીધુ હતુ. આખો દિવસ લાશ તેના ઘરમાં જ રાખી બીજા દિવસે કંપનીથી પરત આવી લાશના ૯ ટૂકડા કરી બીજા દિવસે નોકરીએ જવા નીકળેલ તે પહેલા સ્ત્રીના કપડા પહેરી મૃતક સચિનની એકટીવા લઈ લાશના ટૂકડાઓને જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ સ્થળે ફેંકી આવ્યો હોવાની કબુલાત કરી હતી કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500