જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.8-ડીસેમ્બર નારોજ વાલોડ તાલુકાના ગોલણમાં 25 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 નો પાર થયો છે, અત્યાર સુધી કુલ 778 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે તાપી જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 418 સેમ્પલ લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application