ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે કે તા.૧૯મી સપ્ટેમ્બર નારોજ બપોરે ૧ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૨.૪૦ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૧ લાખ ૨૪ હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે, ડેમના ૨૨ ગેટ પૈકી ૧૩ ગેટ ૪ ફૂટ ઓપન કરી ડેમમાંથી ૧ લાખ ૨૪ હજાર કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
પ્રકાશા ડેમના ૮ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી ૧ લાખ ૧૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમ તેની ભયજનક સપાટી નજીક પહોચ્યું છે, ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પ્રકાશા ડેમના ૮ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી ૧ લાખ ૧૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ પ્રકાશા ડેમની જળ સપાટી આજે બપોરે ૧ કલાકે ૧૦૮.૨૦૦ મીટર નોંધાઇ છે, આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે બપોરે ૧૨ કલાકે ૨૧૨.૬૪૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૮ ગેટ અઢી મીટર ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૪૬ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500