Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે બપોરે : ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૫.૨૮ ફૂટ ઉપર પહોંચી, તાપી નદીમાં ૮૪ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું

  • August 17, 2022 

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૭મી ઓગસ્ટ નારોજ બપોરે ૧ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૨૮ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૬૮,૬૫૪ કયુસેક પાણીની આવક નોંધાઇ છે,ડેમના ૨૨ ગેટ પૈકી ૬ ગેટ ૬ ફૂટ ઓપન કરી ડેમમાંથી ૮૪,૫૪૬ કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.




પ્રકાશા ડેમની સપાટી ૧૦૫.૬૦ મીટર નોંધાઈ

ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ ૩૩૫ ફૂટ ને પાર કરી ચુક્યું છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા આજે બપોરે ૧૨ કલાકે ­પ્રકાશા ડેમની સપાટી ૧૦૫.૬૦ મીટર નોંધાઈ છે, ડેમના ૧૧ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી ૬૭,૬૬૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.





હથનુર ડેમની સપાટી આજે બપોરે ૧ કલાકે ૨૦૯.૮૦૦ મીટર નોંધાઇ

આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે બપોરે ૧ કલાકે ૨૦૯.૮૦૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૨૪ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૬૮,૭૨૩ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application