તા.12મે એટલે કે આજરોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે.આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે કનેક્ટીવીટીથી લોકાર્પણના 247, અને ખાતમુહર્તના 3332 લાભાર્થીઓ પણ જોડાનાર છે.
કાર્યક્રમમા જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે લીંકથી સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાનાર છે. જેમા કાર્યક્રમના સ્થળે લોકાર્પણ થનારા આવાસોની ચાવીની પ્રતિકૃતી લાભાર્થીઓને વિતરણ કરવામા આવનાર છે.ડાંગ જિલ્લામા વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3909 આવાસો બાંધવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામા આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવનાર આહવા તાલુકાના ભિસ્યા ગામની લાભાર્થી મહિલા શ્રીમતી ગહેનાબેન ગાવિત જણાવે છે કે, પોતાના પરીવાર સાથે તેઓ કાચા મકાનમા નિવાસ કરી રહ્યા હતા. જ્યાં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટંપકતુ હતુ. પાકુ મકાન તેઓ માટે સ્વપ્ન સમાન હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓને આવાસ યોજનાનો લાભ મળ્યો, અને તેઓ હવે સપરીવાર પાકા મકાનમા નિવાસ કરી રહ્યા છે. છતમાંથી પાણી ટપકવાની પરિસ્થિતીથી તેઓ હવે મુક્ત થયા છે.
મજુરી કામ કરીને ધરનુ ગુજરાન ચલાવતા અન્ય એક લાભાર્થી શ્રીમતી સોમીબેન જણાવે છે કે, તેઓની કપરી પરિસ્થિતીમા કાચા મકાનનો ખર્ચ, નિભાવણી ખર્ચ કાઢવો મુશકેલ હતો. જે બાદ સરકાર દ્વારા તેઓને પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત આવાસ યોજનાની સહાય મળતા તેઓ પાકુ મકાન બાંધી શક્યા છે. જે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.
કપરી પરિસ્થિતીનો સામનો કર્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો જે બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી જશુબેન કુંવર જણાવે છે કે, વાંસમાંથી બનાવેલ મકાનમાં તેઓને ચોમાસા દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ વાંસ અને લીપણવાળા ઘરમા સપરિવાર વસવાટ કરતા હતા. પાકા આવાસની યોજના અંગે તેઓને જાણ થતા તેઓએ અરજી કરી, અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો. જે બદલ તેઓ હર્ષ સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
પોતાના પરીવાર માટે પાકા આવાસનુ સ્વપ્ન પુર્ણ થયુ એમ તેઓ વધુમાં જણાવે છે.
ભિસ્યા ગામના ત્રણેય લાભાર્થી બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000 ની સહાય મળી છે. તે ઉંપરાત મનરેગા યોજના દ્વારા શ્રમદાન પેટે રૂ. 23,040, બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ રૂ.5000, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના બાંધકામ પેટે રૂ.12,000 તેમજ સમય મર્યાદામા 6 મહિનાની અંદર લાભાર્થીઓએ આવાસ પુર્ણ કરતા, તેઓને પ્રોત્સાહન રૂપે, મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના અંતર્ગત બીજા રૂ.20,000ની સહાય મળી લાભાર્થીને કુલ અંકદરે રૂ.1,80,040 ની સહાય પુરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના 110, વઘઇ તાલુકાના 61 અને સુબીર તાલુકાના 76 લાભાર્થીઓના આવાસોનુ લોકાર્પણ, તેમજ આહવા તાલુકાના 1763, વઘઇ તાલુકાના 754 અને સુબીર તાલુકાના 815 આવાસોનુ “અમૃત આવાસોત્સવ” અંતર્ગત ખાતમુર્હત થનાર છે.આ ઉંપરાત ડાંગ જિલ્લામા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ષ 2022-23ના આહવા તાલુકાના 2051 લાભાર્થીઓના લક્ષ્યાંકમાંથી 2031 લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રૂ.30,000 ની રાશી જમા કરી દેવામા આવી છે. જ્યારે સુબીર તાલુકાના 964 લાભાર્થીઓ માંથી 927 લાભાર્થીઓ, તેમજ વધઇ તાલુકાના કુલ 894 લાભાર્થીઓમાંથી 872 લાભાર્થીઓનો પ્રથમ હપ્તો જમા કરી દેવામા આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500