તાપી જિલ્લામાં આજરોજ કોરોના સંક્રમિતના વધુ ૬ નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે,જોકે વધુ ૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
જિલ્લામાં કુલ ૩૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર શુક્રવાર સાંજ સુધીમાં તાપી જિલ્લાના વાલોડના ધામદલા ગામના નવું ફળીયામાં ૩૦ વર્ષીય પુરુષ, ઉચ્છલના થુંટીગામે ૨૪ વર્ષીય પુરુષ, સોનગઢના જૂની બાવલી ગામના નવી દિલ્હી ફળીયામાં ૧૬ વર્ષીય કિશોર, વ્યારાના ગડત ગામની સીએચસીમા ૧.૪ વર્ષીય બાબો, વ્યારાના જુનું ઢોડીયાવાડમાં ૨૨ વર્ષીય મહિલા આને વ્યારાના સ્ટેશન રોડ એરિયામાં ૨૮ વર્ષીય પુરુષ મળી જીલ્લાભરમાં કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જોકે વધુ ૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે હવે જિલ્લામાં કુલ ૩૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500