Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ 5 કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના નો કુલ આંક 739 થયો

  • November 09, 2020 

કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 5 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.8-નવેમ્બર નારોજ વ્યારામાં 2 કેસ, સોનગઢમાં 1 કેસ, ડોલવણમાં 1 કેસ અને નિઝરમાં 1 કેસ મળી કુલ 5 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 739 કેસ નોંધાયા છે, અત્યાર સુધી કુલ 668 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 25 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 

 

8-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ

(1) 29 વર્ષિય મહિલા, સ્યાનવી આર્કેડ-વ્યારા

(2) 43 વર્ષિય મહિલા, દાદરી ફળિયું,કાટીસકુવા દુર-વ્યારા 

(3) 58 વર્ષિય પુરુષ, વડજાખણ-ડોલવણ 

(4) 52 વર્ષિય પુરુષ, સીપીએમ કોલોની-સોનગઢ

(5) 65 વર્ષિય મહિલા,વાંકા-નિઝર 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News