કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવના નવા 4 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.2-નવેમ્બર નારોજ ડોલવણમાં 1 કેસ, વ્યારામાં 1 કેસ, સોનગઢમાં 1 કેસ અને ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 4 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 710 કેસ નોંધાયા છે, વધુ 2 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી,અત્યાર સુધી કુલ 647 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 17 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ શંકાસ્પદ દર્દીઓના 419 સેમ્પલ લેવામાં આવ્યા છે.
2-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 28 વર્ષિય પુરુષ, આમલી ફળિયું, ઉમરવાવ દુર-ડોલવણ
(2) 47 વર્ષિય પુરુષ, તળાવ રોડ-વ્યારા
(3) 55 વર્ષિય મહિલા, કેસરીનંદન સોસાયટી,ગુણસદા-સોનગઢ
(4) 33 વર્ષિય મહિલા, નારણપુર-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500