Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વધુ 4 કેસ નોંધાયા,તાપી જીલ્લામાં કોરોનાનો કુલ આંક 305 થયો

  • September 01, 2020 

કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજે વધુ 4 કેસ સામે આવ્યા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.31મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં સોનગઢ અને વ્યારા તાલુકામાં 2-2 કેસ મળી કોરોનાનો કુલ 4 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 305 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 19 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 258 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ 38 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....

(1) 55 વર્ષીય મહિલા,કાપડ બજાર-વ્યારા

(2) 60 વર્ષીય પુરુષ,મોવડી ફળિયું,લોટરવા-વ્યારા

(3) 47 વર્ષીય પુરુષ,માંડળ-સોનગઢ

(4) 46 વર્ષીય પુરુષ, ડેરી ફળિયું,બોરથવા-સોનગઢ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application