Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના પોઝીટીવના વધુ 4 કેસ સાથે તાપી જીલ્લામાં કુલ આંક 575 થયો

  • September 29, 2020 

તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે. જોકે તેની સામે રીકવરી રેટ પણ સારો છે. આજરોજ જીલ્લામાં વધુ 4 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે,

 

આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 575 થયો છે. આજે વધુ 1 દર્દી સાજો થયો અત્યાર સુધી કુલ 491 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 61 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.28મી સપ્ટેમ્બર સોમવાર નારોજ ડોલવણમાં 2 કેસ અને વ્યારા-સોનગઢમાં 1-1 કેસ મળી કુલ 4 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

28મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ

(1) 55 વર્ષિય પુરુષ, નિચલું ફળિયું, બામણામાળદુર-ડોલવણ

(2) 51 વર્ષિય પુરુષ, નિચલું ફળિયું, બામણામાળદુર-ડોલવણ

(3) 32 વર્ષિય પુરુષ, શીવશક્તિ-વ્યારા

(4) 48 વર્ષિય પુરુષ, શિવનગર,ઉકાઇ રોડ-સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application