કોરોનાના કહેર વચ્ચે તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા 5 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.1-નવેમ્બર નારોજ વ્યારામાં 3 કેસ,વાલોડમાં 1 કેસ અને સોનગઢમાં 1 કેસ મળી કુલ 5 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 706 કેસ નોંધાયા છે, આજે વધુ 3 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી,અત્યાર સુધી કુલ 645 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 13 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ શંકાસ્પદ દર્દીઓના 328 સેમ્પલ લેવામાં આવ્યા છે.
1-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 28 વર્ષિય મહિલા, અજિતનાથ સોસાયટી-વ્યારા
(2) 28 વર્ષિય પુરુષ, અજિતનાથ સોસાયટી-વ્યારા
(3) 71 વર્ષિય મહિલા, અજિતનાથ સોસાયટી-વ્યારા
(4) 60 વર્ષિય મહિલા, અંબાચ-વાલોડ
(5) 20 વર્ષિય પુરુષ, સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500