તાપી જીલ્લામાં વધુ 3 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 542 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 14 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 463 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 56 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.23મી સપ્ટેમ્બર બુધવાર નારોજ વ્યારાના કાનપુરામાં બેન્ક ઓફ બરોડાની ઉપર 50 વર્ષીય પુરુષ, વ્યારાની દત્તકૃપા સોસાયટીમાં 50 વર્ષીય મહિલા અને વ્યારાના સુરતી બજારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં 29 વર્ષીય યુવક મળી કુલ 3 કેસ નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 742 સેમ્પલ લેવાયા છે,તમામનો રીપોર્ટ પેન્ડીંગ.....
23મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ
(1) 50 વર્ષિય પુરુષ, બેન્ક ઓફ બરોડાની ઉપર,કાનપુરા-વ્યારા
(2) 50 વર્ષિય મહિલા, દત્તકૃપા સોસાયટી-વ્યારા
(3) 29 વર્ષિય પુરુષ, તક્ષશિલા એપાર્ટમેન્ટ,સુરતી બજાર-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500