બારડોલી તાલુકામાં શુક્રવારે કોરોના પોઝીટીવ ના નવા 3 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.8-જાન્યુઆરી નારોજ બારડોલી તાલુકાના મઢીના પ્રભુનગરમાં 32 વર્ષીય પુરુષ, બારડોલીની શિવસાંઈ રેસીડેન્સીમાં 47 વર્ષીય મહિલા અને બારડોલીના ઇશરોલીમાં 28 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, આ બારડોલી તાલુકામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 2059 કેસો નોંધાઈ ચુક્યા છે, જે પૈકી 1990 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.કોરોના ની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 29 કેસ એક્ટીવ છે, બારડોલી તાલુકામાંથી કોરોના ટેસ્ટ માટે 137 નમુના લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500