તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો થયો છે, પરંતુ જે રીતે લોકો સોશિયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા નો વિષય બન્યો છે.
તાપી જીલ્લાના માત્ર વ્યારામાં આજરોજ કોરોના પોઝીટીવ ના વધુ 3 કેસ નોંધાયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.10-જાન્યુઆરી નારોજ વ્યારાના સિંગી ફળીયામાં 69 વર્ષીય મહિલા, વ્યારાના દક્ષિણી મહોલ્લા-જૈન મંદિર સામે 37 વર્ષીય મહિલા અને વ્યારાના નવા બસ સ્ટેશન રોડ વિસ્તારમાં 31 વર્ષીય પુરૂષ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 876 કેસો નોંધાયા છે, અત્યાર સુધી કુલ 820 દર્દીઓ સાજા થયા છે, કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 260 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 16 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500