Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત જીલ્લામાં 3 કેસ નોંધાયા

  • September 19, 2020 

તાપી જીલ્લામાં આજ રોજ વધુ 3 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 516 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 407 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 86 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.18મી સપ્ટેમ્બર શુક્રવાર નારોજ જીલ્લામાં કોરોના ના 3 કેસ નોંધાયા છે. વાલોડના વેડછી ગામના ત્રીજા માઈલમાં 40 વર્ષીય પુરુષ, ડોલવણના ગડત ગામના વાડફળીયામાં 20 વર્ષીય મહિલા તેમજ વ્યારા પોલીસ સ્ટેશન ની 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 3 કેસ સરકારી ચોપડે રજીસ્ટર કરવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi