તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ ના વધુ 3 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.24-ડીસેમ્બર નારોજ વ્યારાના કાનપુરામાં આવેલ પ્રભુદર્શન એપાર્ટમેન્ટમાં 68 વર્ષીય મહિલા,વ્યારાના કાપડ બજારમાં 62 વર્ષીય પુરુષ અને વ્યારાના ડીએનસી માર્કેટ, જુના બસ સ્ટેન્ડ પાસે 50 વર્ષીય પુરુષ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 852 થયો છે,અત્યાર સુધી કુલ 798 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 13 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 387 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500