તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા 3 કેસ સામે આવ્યા છે, આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેન કરી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા,16-ડીસેમ્બર નારોજ વ્યારાની ગુરુકૃપા સોસાયટીમાં 36 વર્ષીય પુરુષ, વ્યારાના કાપડ બજારમાં 64 વર્ષીય વૃધ્ધા અને ડોલવણના અંધારવાડીદુર ગામના બારી ફળીયામાં 26 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે,
આ સાથ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 800 ને પાર થયો છે, આજે વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ, અત્યાર સુધી કુલ 782 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 392 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500