દિવાળી તહેવાર બાદ તાપી જીલ્લા માં કોરોના સંક્રમીત કેસોમાં વધારો થયો હતો અને ફરીથી કેસો આવવા લાગ્યા હતા. જોકે આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ ફરીથી કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ કોરોના સંક્રમીત કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
તાપી જિલ્લામાં આજે કોરોના ના વધુ 3 કેસ નોંધાયા, તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.9-ડીસેમ્બર નારોજ વ્યારાના કાનપુરાની ફ્લાવર સીટીમાં 30 વર્ષીય યુવક, સોનગઢ-ઉકાઈના વર્કશોપ બજારમાં 45 વર્ષીય પુરૂષ અને 20 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 નો પાર થયો છે, આજે વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 771 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500