Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ 3 કેસ સાથે તાપી જીલ્લામાં કોરોના નો કુલ આંક 691 થયો

  • October 28, 2020 

કોરોનાના કહેર વચ્ચે તાપી માં કોરોના પોઝીટીવ ના નવા 3  કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.27-ઓકટોબર નારોજ વ્યારા તાલુકાના અણુમાલા કેટાઉનશીપમાં રહેતા 45 વર્ષીય પુરુષ,વ્યારાના ગોલવડમાં રહેતા 50 વર્ષીય મહિલા અને નિઝર તાલુકાના વાંકા ગામમાં રહેતા 54 વર્ષીય પુરુષ મળી કુલ 3 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 691 કેસ નોંધાયા છે, આજે વધુ 2 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 635 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 10 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application