તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ ના 4 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.19-ડીસેમ્બર નારોજ વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ પ્રભુદર્શન એપાર્ટમેન્ટમાં 43 વર્ષીય પુરૂષ અને 40 વર્ષીય મહિલા તથા વ્યારાના નાની ચીખલી ગામના તુલસીપાર્કમાં 53 વર્ષીય પુરુષ અને ડોલવણના કલકવા ગામના હાઇસ્કુલ ફળીયામાં 35 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
આજ ના ચાર કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 800 ને પાર થયો છે, આજે વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 788 દર્દીઓ સાજા થયા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 380 સેમ્પલ લેવામાં આવ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500