કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આજે કોરોનાના વધુ 12 કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 325 પાર થઇ ગઇ છે. કોરોનાને કારણે વધુ બે ના મોત થતાં કુલ મૃતાંક 23 થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં 261 લોકો ઘરે પરત ફર્યા છે.
તાપી જીલ્લામાં કોરોના નું સંક્રમણ વધતું જઇ રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે કોરોના થી વધુ બે 2 દર્દીઓનું મોત નીપજ્યું છે. તા.2જી સપ્ટેમ્બર નારોજ ડો.નૈતિકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પુરુષ ને તા.30મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું આજરોજ એટલે કે,2જી સપ્ટેમ્બરે સવારે મોત નીપજ્યું છે, તેમજ
બીજા બનાવમાં વ્યારાની ફ્લાવરસીટી ખાતે રહેતા 50 વર્ષીય પુરુષને પણ તા.25મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું તા.1 સપ્ટેમ્બરે રાત્રે મોત નીપજ્યું છે. આ સાથે તાપીમાં કુલ મૃતાંક 23 થયો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.2મી સપ્ટેમ્બર નારોજ જીલ્લામાં વધુ 12 કેસ નોંધાયા છે. જેમાં વ્યારા તાલુકામાં 9 કેસ, કુકરમુંડા,નિઝર અને ડોલવણ માં 1-1 કેસ મળી કુલ 12 કેસ સરકારી ચોપડે રજીસ્ટર થયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 326 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 23 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ 9 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 261 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ 42 કેસ એક્ટીવ છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 34 વર્ષિય પુરુષ, ફ્લાવર સીટી, કાનપુરા-વ્યારા
(2) 62 વર્ષિય પુરુષ, જનરલ હોસ્પિટલ ક્વાર્ટર્સ-વ્યારા
(3) 29 વર્ષિય પુરુષ, પરિશ્રમ પાર્ક-વ્યારા
(4) 35 વર્ષિય પુરુષ, વૃંદાવનધામ સોસાયટી,કાનપુરા-વ્યારા
(5) 24 વર્ષિય પુરુષ, વસંતવાડી,ઇન્દુ રોડ-વ્યારા
(6) 35 વર્ષિય મહિલા, મિત્તલ નગર-વ્યારા
(7) 55 વર્ષિય પુરુષ, કૈવલનગર,ઢોડિયાવાડ-વ્યારા
(8) 12 વર્ષિય યુવતી, બારી ફળિયું-અંધારવાડીદુર-ડોલવણ
(9) 8 વર્ષિય બાળક, વેલદા-નિઝર
(10) 52 વર્ષિય પુરુષ, શિવાજી ચોક-કુકરમુંડા
(11) 53 વર્ષિય પુરુષ, KAPS
(12) 52 વર્ષિય પુરુષ, KAPS
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500