તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૪ કેસ સામે આવ્યા છે, જોકે વધુ ૧ દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં તા.૧૬મી ઓગસ્ટ નારોજ સાંજ સુધીમાં કુકરમુંડા અને વાલોડમાં કોરોનાના ૨-૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં કુકરમુંડાના ફૂલવાડી ગામના નિશાળ ફળીયામાં ૨૮ વર્ષીય પુરુષ,કુકરમુંડાના તુલસામાં ૩૦ વર્ષીય પુરુષ તથા વાલોડના સામરચાલીમાં ૨૦ વર્ષીય મહિલા અને વાલોડ ગોલણ ગામના ખાખર ફળીયામાં ૪૮ વર્ષીય મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે હવે જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ ૧૪ કેસ એક્ટિવ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application