કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજે વધુ 16 કેસ સામે આવ્યા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.3જી સપ્ટેમ્બર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે. જેમાં વ્યારા તાલુકામાં 4 કેસ, સોનગઢમાં 9 કેસ તેમજ ઉચ્છલ તાલુકામાં 3 કેસ મળી કુલ 16 કેસ સામે આવ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 342 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 23 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ 7 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 265 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ 54 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 56 વર્ષિય પુરુષ, શિવમ એપાર્ટમેન્ટન્ટ-વ્યારા
(2) 36 વર્ષિય પુરુષ, ડુંગરી ફળિયું-વડકુઇ-વ્યારા
(3) 41 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(4) 27 વર્ષિય મહિલા, કુંભારવાડ-વ્યારા
(5) 40 વર્ષિય પુરુષ, વૃન્દાવન સોસાયટી,દેવજીપુરા-સોનગઢ
(6) 65 વર્ષિય પુરુષ, પાથરડા કોલોની,ઉકાઇ-સોનગઢ
(7) 50 વર્ષિય મહિલા, બજાર ફળિયું મોટા બંધારપાડા-સોનગઢ
(8) 34 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,ધજામ્બા-સોનગઢ
(9) 28 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,ધજામ્બા-સોનગઢ
(10) 28 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ધજામ્બા-સોનગઢ
(11) 35 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ધજામ્બા-સોનગઢ
(12) 45 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું, ધજામ્બા-સોનગઢ
(13) 43 વર્ષિય પુરુષ, પારેખ ફળિયું-સોનગઢ
(14) 26 વર્ષિય મહિલા, ખાબદા-ઉચ્છલ
(15) 36 વર્ષિય મહિલા,ખાબદા-ઉચ્છલ
(16) 37 વર્ષિય પુરુષ,ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500