Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં આજે કોરોના પોઝીટીવ ના વધુ 14 કેસ નોંધાયા

  • October 26, 2020 

જીવલેણ કોરોનાનો હવે બારડોલીમાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે બારડોલીમાં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.25-ઓકટોબર નારોજ બારડોલી નગર સહિત તાલુકામાં કોરોના પોઝીટીવ ના વધુ 14 કેસ નોંધાયા છે. આ સાથે પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 1627 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 1541 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 48 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 187 સેમ્પલ લેવાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application