તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવનો માત્ર 1 કેસ સામે આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.25-ડીસેમ્બર ના રોજ વાલોડ તાલુકાના નનસાડ ગામના નવું ફળિયામાં 72 વર્ષીય વૃદ્ધ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 85૩ થયો છે, આજે વધુ બે દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી કુલ 800 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 12 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 326 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500