તાપી જીલ્લાના માત્ર વાલોડ તાલુકામાં કોરોના પોઝીટીવનો 1 કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.29-ડીસેમ્બર ના રોજ વાલોડ તાલુકાના બાજીપુરામાં રહેતા 49 વર્ષીય પુરુષ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 856 થયો છે, આજે વધુ બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અત્યાર સુધી કુલ 804 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 349 સેમ્પલ લેવામાં આવ્યા છે, હાલ 11 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500