તાપી જીલ્લાના વાલોડમાં શુક્રવારે કોરોના નો 1 કેસ નોંધાયો છે,આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.1-જાન્યુઆરી 2021 નારોજ જીલ્લાના માત્ર વાલોડ તાલુકાના સીકેર ગામના પટેલ ફળીયામાં 50 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આજે વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે,
અત્યાર સુધી કુલ 809 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 375 સેમ્પલ લેવામાં આવ્યા છે, હાલ 10 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500