ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે રહ્યું છે. આજે ગુજરાતના પાટનગર ખાતે વનરક્ષક અને વન પાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. આજે સમગ્ર કર્મચારીઓ ગાંધીનગરમાં અરણ્યભવન ખાતે વેન રક્ષકો અને વન પાલકો આંદોલન માટે પહોંચ્યા છે.
ગાંધીનગરમાં અરણ્યભવન ખાતે કર્મચારીઓ પહોંચ્યા,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
ગાંધીનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો થયા છે.આ અગાઉ પણ ગાંધીનગર ખાતે શિક્ષકો,આરોગ્ય કર્મચારીઓ,કિસાન નેતાઓએ આંદોલન કર્યું હતું. થોડાક દિવસ પૂર્વે જ પૂર્વ સૈનિક દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું હતું.આ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈએં ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે.સરકારી કર્મચારીઓના આંદોલનને કારણે ગાંધીનગરની ભૂમિ આંદોલનની ભૂમિ બની ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી આંદોલન ખુબ જ ઉગ્ર બન્યું છે.ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ તેમજ સગંઠન દ્વારા પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરશે. આ અગાઉ પણ સરકારી કર્મચારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરીને વિરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500