તાપી જીલ્લામાં વધુ 9 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 539 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 7 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 449 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 67 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.22મી સપ્ટેમ્બર મંગળવાર નારોજ વાલોડમાં 2 કેસ, ડોલવણમાં 1 કેસ, વ્યારામાં 3 કેસ, નિઝરમાં 2 કેસ અને કુકરમુંડામાં 1 કેસ મળી કુલ 9 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
22મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ
(1) 23 વર્ષિય પુરુષ, દાદરિયા સુગર ફેક્ટરી-વાલોડ
(2) 68 વર્ષિય પુરુષ, કણબીવાડ, ગોડધા-વાલોડ
(3) 62 વર્ષિય પુરુષ, બંગલી ફળિયું,પાઠાવાડી-ડોલવણ
(4) 59 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું, કરંજવેલ-વ્યારા
(5) 57 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ, ઉંચામાળા-વ્યારા
(6) 80 વર્ષિય મહિલા, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(7) 73 વર્ષિય પુરુષ, મુબારકપુર-નિઝર
(8) 89 વર્ષિય પુરુષ, સરવાળા-નિઝર
(9) 48 વર્ષિય પુરુષ, હનુમાનજી મંદિર પાસે-કુકરમુંડા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500