કોરોનાના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 5 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.20-ઓકટોબર નારોજ વ્યારામાં 2 કેસ, ડોલવણમાં 1 કેસ, સોનગઢમાં 1 કેસ અને વાલોડમાં 1 કેસ મળી કોરોના પોઝીટીવ ના કુલ 5 કેસ નોંધાયા છે.
આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 681 થયો છે, આજરોજ વધુ 3 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી,અત્યાર સુધી કુલ 617 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 21 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આજરોજ જીલ્લા માંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 367 સેમ્પલ લેવાયા છે.
તાપી જીલ્લામાં આજે નોંધાયેલ કોરોના પોઝીટીવના કેસ ....
(1) 60 વર્ષિય પુરુષ, વલ્લભનગર,બાજીપુરા,તા.વાલોડ
(2) 32 વર્ષિય પુરુષ, જુના નાકા,ગડત,તા.ડોલવણ
(3) 31 વર્ષિય પુરુષ, શ્યામવિલા રેસીડેન્સી-વ્યારા
(4) 34 વર્ષિય પુરુષ, તાડ ફળિયું-કપુરા,તા.વ્યારા
(5) 40 વર્ષિય પુરુષ, પાથરડા કોલોની-ઉકાઇ,તા.સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500