તાપી જીલ્લામાં વધુ 9 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 563 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 13 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 485 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 55 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.26મી સપ્ટેમ્બર શનિવાર નારોજ વ્યારા તાલુકામાં 5 કેસ અને વાલોડમાં 4 કેસ મળી કુલ 9 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
26મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ
(1) 72 વર્ષિય મહિલા, અંબાજી શેરી-વાલોડ
(2) 17 વર્ષિય પુરુષ, તળાવ ફળિયું, દેલવાડા-વાલોડ
(3) 50 વર્ષિય પુરુષ, ટપાલી ફળિયું, રાનવેરી-વાલોડ
(4) 39 વર્ષિય પુરુષ, બાવળી ફળિયું, જામણિયા-વાલોડ
(5) 38 વર્ષિય પુરુષ, તક્ષશીલા એપાર્ટમેન્ટ-વ્યારા
(6) 60 વર્ષિય પુરુષ, શાંતિવન એપાર્ટમેન્ટ-વ્યારા
(7) 58 વર્ષિય પુરુષ, બાલવાડી ફળિયું,છીરમા-વ્યારા
(8) 31 વર્ષિય પુરુષ, તોરણવીલા-વ્યારા
(9) 59 વર્ષિય પુરુષ, દ્વારકેશ સોસાયટી-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500