તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમીત કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે આજરોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 849 થયો છે, આજે વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 799 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે તાપી જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 352 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 10 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500