Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ 21 લોકોને લાગ્યો કોરોના નો ચેપ,તંત્ર દોડતું થયું 

  • September 30, 2020 

તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાનું સંક્રમણ જોર પકડી રહ્યું છે, આજે વધુ 21 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.

 

આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 596 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 4 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 495 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 78 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.29મી સપ્ટેમ્બર મંગળવાર નારોજ વાલોડ તાલુકામાં 4 કેસ, ડોલવણમાં 4 કેસ, વ્યારામાં 3 કેસ, સોનગઢમાં 5 કેસ, ઉચ્છલમાં 3 અને કુકરમુંડામાં 2 કેસ મળી કુલ 21 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે.કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

29-સપ્ટેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...

(1) 27 વર્ષિય પુરુષ, કુંભારવાડ,બુહારી-વાલોડ

(2) 65 વર્ષિય પુરુષ, જિન ફળિયુ,બુહારી-વાલોડ

(3) 36 વર્ષિય મહિલા, ટપાલી ફળિયું,રાનવેરી-વાલોડ

(4) 19 વર્ષિય પુરુષ, ટપાલી ફળિયું,રાનવેરી-વાલોડ

(5) 49 વર્ષિય પુરુષ, ભાણપુર ફળિયું,પાટી-ડોલવણ 

(6) 44 વર્ષિય મહિલા, સરપંચ ફળિયું,ચુનાવાડી-ડોલવણ

(7) 21 વર્ષિય મહિલા, સરપંચ ફળિયું,ચુનાવાડી-ડોલવણ

(8) 40 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,આમણિયા-ડોલવણ

(9) 35 વર્ષિય પુરુષ, આરાધાના સોસાયટી-વ્યારા

(10) 28 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ચાંપાવાડી-વ્યારા

(11) 61 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ચાંપાવાડી-વ્યારા

(12) 58 વર્ષિય મહિલા, કેશરીનંદન સોસાયટી,ગુણસદા-સોનગઢ

(13) 22 વર્ષિય મહિલા, ડુંગરી ફળિયું,પીપળકુવા-સોનગઢ

(14) 29 વર્ષિય મહિલા, માછલી ફળિયું, ધજંબા-સોનગઢ

(15) 18 વર્ષિય મહિલા, નવચુડી ફળિયું,બેડી-સોનગઢ

(16) 30 વર્ષિય પુરુષ, ઝરણ ફળિયું,પાંચપીપળા-સોનગઢ

(17) 37 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ટોકરવા-ઉચ્છલ

(18) 21 વર્ષિય પુરુષ, પરચુલી-ઉચ્છલ

(19) 21 વર્ષિય મહિલા, આનંદપુર-ઉચ્છલ

(20) 32 વર્ષિય પુરુષ, નિમ્ભોરા-કુકરમુંડા

(21) 43 વર્ષિય પુરુષ, નિમ્ભોરા-કુકરમુંડા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application