Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે કોરોના ના વધુ 13 કેસ નોંધાયા,તાપી જીલ્લામાં કુલ આંક 390 થયો

  • September 07, 2020 

કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં નવા 13 કેસ સામે આવ્યા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.6-સપ્ટેમ્બર રવિવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં વાલોડ તાલુકામાં 5 કેસ, વ્યારામાં 4 કેસ, સોનગઢ અને ઉચ્છલમાં 1-1 કેસ અને ડોલવણમાં 2 કેસ મળી કુલ 13 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

 

કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 390 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 283 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જીલ્લામાં હાલ 83 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

 

આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....

(1) 22 વર્ષિય મહિલા, ઉતરતી બજાર-વાલોડ

(2) 60 વર્ષિય પુરુષ, મંદિર ફળિયું,અધ્યાપોર-વાલોડ 

(3) 25 વર્ષિય પુરુષ, મોરા ફળિયું,પેલાડ બુહારી-વાલોડ 

(4) 29 વર્ષિય પુરુષ, મોરા ફળિયું,પેલાડ બુહારી-વાલોડ 

(5) 47 વર્ષિય મહિલા, ખોડિયાર ફળિયું,પેલાડ બુહારી-વાલોડ 

(6) 60 વર્ષિય મહિલા, સરપંચ ફળિયું,કરંજખેડ-ડોલવણ

(7) 29 વર્ષિય મહિલા, જવાહર ફળિયું,પાટી-ડોલવણ

(8) 65 વર્ષિય પુરુષ, દેના બેંકની સામે-વ્યારા

(9) 56 વર્ષિય પુરુષ, ભસ્તિ ફળિયું-વ્યારા

(10) 45 વર્ષિય પુરુષ, સાંઇતારા રેસીડેન્સી,ઈન્દુરોડ-વ્યારા

(11) 75 વર્ષિય મહિલા, અવિનાસ ફળિયું,કેળકુઇ-વ્યારા

(12) 41 વર્ષિય પુરુષ, તાપી ફળિયું,નીંદવાડ-સોનગઢ

(13) 44 વર્ષિય પુરુષ, જલદર્સન સોસાયટી,માણેકપોર-ઉચ્છલ 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application