કાતિલ કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં આજે વધુ 13 કેસ સામે આવ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.5મી સપ્ટેમ્બર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં વાલોડ તાલુકામાં 6 કેસ, વ્યારામાં 2 કેસ, સોનગઢમાં 3 કેસ અને ડોલવણમાં 2 કેસ મળી કુલ 13 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 377 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 23 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ 9 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 279 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જીલ્લામાં હાલ 75 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 52 વર્ષિય પુરુષ, સ્નેહ વાટિકા,વીરપોર-વાલોડ
(2) 16 વર્ષિય પુરુષ, જિન ફળિયું,જી.આર.પાર્ક બજાર,બુહારી-વાલોડ
(3) 64 વર્ષિય મહિલા, મંદિર ફળિયું, અધ્યાપોર-વાલોડ
(4) 37 વર્ષિય મહિલા, મંદિર ફળિયું, અધ્યાપોર-વાલોડ
(5) 54 વર્ષિય પુરુષ, મંદિર ફળિયું, અધ્યાપોર-વાલોડ
(6) 20 વર્ષિય પુરુષ, મોરા ફળિયું, પેલાડ બુહારી-વાલોડ
(7) 60 વર્ષિય પુરુષ, પારસી ફળિયું, પંચોલ-ડોલવણ
(8) 60 વર્ષિય મહિલા, પારસી ફળિયું, પંચોલ-ડોલવણ
(9) 27 વર્ષિય પુરુષ, પ્રભુદર્શન એપાર્ટમેન્ટ,કાનપુરા-વ્યારા
(10) 50 વર્ષિય મહિલા, માલીવાડ,કિલ્લા સામે-વ્યારા
(11) 58 વર્ષિય પુરુષ, દાદરી ફળિયુ,દુમદા-સોનગઢ
(12) 73 વર્ષિય પુરુષ, પારેખ ફળિયું-સોનગઢ
(13) 52 વર્ષિય પુરુષ, પાથરડા કોલોની,ઉકાઇ-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500