સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પડતા અનાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. જેને અનુલક્ષીને જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન હેઠળ વરસાદના કારણે પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોમાં પાણીનાં યોગ્ય નિકાલ, સાફ-સફાઈની કામગીરી હાથ ધરી રોગચાળો ફેલાય નહી તે માટે દવા છંટકાવ તથા ક્લોરિનેશનની કામગીરી તેમજ આરોગ્ય વિભાગ દ્નારા મેડીકલ કેમ્પનું આયોજન કરવા સૂચના આપી હતી.
ભરૂચમાં નંદેલાવ, ઈન્દીરાનગર સહિત અંકલેશ્વર શહેરના નિચાણવાણા વિસ્તારો સાથે ગડખોલ પાટીયા વિસ્તાર, કિષ્ના નગર,રામનગર સહિતના વિસ્તારોમાં દવા છંટકાવ તથા ક્લોરિનેશનની કામગીરી નાખવાની કામગીરી નગર પાલીકા દ્નારા કરવામાં આવી રહી છે. તે સાથે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં કલોરીન ટેબલેટનું પણ વિતરણ અને એન્ટીલાર્વા કામગીરી તથા બીમાર લોકોને જરૂરી દવાઓ આપવાની PHCના કર્મચારીઓ દ્વારા કામગિરી કરવામાં આવી રહી છે. વધુમાં, આરોગ્ય વિભાગ દ્નારા અનુરોધ કરતા કહ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં લોકોએ પાણીને ઉકાળીને જ પીવું અથવા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી ક્લોરિનની દવા પાણીમાં નાખી પિવાના પાણી તરીકે તેનો ઉપયોગ કરવુ ખૂબ જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500