ભાવનગરનાં ઘોઘા તાલુકાનાં હાથબ ગામની મહિલાએ ઘર કંકાસથી કંટાળીને પોતાની બે પુત્રી સાથે હાથબ બંગલા પાસે દરિયા કિનારા નજીકના જંગલ જેવા નિર્જન વિસ્તારમાં જ્વલંતશિલ પ્રવાહી છાંટી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. ગંભીર હાલતે દાઝી ગયેલાં માત અને તેની બન્ને પુત્રીને સારવાર અર્થે પ્રથમ કોળિયાક બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ હતી. મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતાં નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલ (ઉ.વ.૩૧)એ તેમની ૯ વર્ષિય પુત્રી પ્રતિક્ષા તથા અન્ય એક પાંચ વર્ષિય પુત્રી ઉર્વશી સાથે હાથબ બંગલા પાસે દરિયા કિનારા નજીક આવેલા જંગલ જેવા વિસ્તારમાં બપોરના ૧.૩૦ કલાકના સુમારે જ્વલંતશીલ પ્રવાહી છાંટી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તો, આતરફ માતાએ પોતાની બન્ને પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કર્યાની જાણ થતાં જ મહિલાના કુટુંબીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા એને રેતી વડે શરીર પર લાગેલી આગ બૂઝાવી ત્રણેયને સારવાર માટે પ્રથમ કોળિયાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. જયાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું તબીબી સૂત્રો જાણવા મળ્યું છે. જયારે આ બનાવની જાણ થતાં ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મહિલા અને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાનમાં ગંભીર રીતે દાઝી ગયેલાં નયનાબેને ઘર કંકાસથી કંટાળીને પોતાની બન્ને માસુમ પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ પ્રાથમિક તપાસના અંતે વિગતો આપતાં આપતાં જણાવ્યું હતું. પોલીસે આ મામલે મહિલાનું નિવેદન નોધી અન્ય મુદ્દાઓ પર પણ ઝીટવટભરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. ઉલેલેખનીય છે કે, હાથબ ગામે રહેતાં મહિલાના પતિ ભાવેશભાઈ ગોહિલ મંડપ સર્વિસમાં મજૂરી કરતાં હોવાનું જયારે, મોટી પુત્રી ધો.૪માં જયારે નાની પુત્રી બાલમંદિરમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળેલ છે તેમજ માતાનું બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી લીધાના બનાવે ઘોઘા પંથકમાં ચકચાર મચાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500