Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટિપેશ્વર વન્યજીવન અભયારણ્યમાંથી એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો : મહારાષ્ટ્રમાં છેલ્લા છ મહિનામાં આ 20માં વાઘનું મોત થયું

  • July 02, 2023 

નાગપુરથી 180 કિ.મી.ના અંતરે યવતમાળ જિલ્લાના ટિપેશ્વર વન્યજીવન અભયારણ્યમાં તાજેતરમાં એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હતો. મહારાષ્ટ્રમાં છેલ્લા છ મહિનામાં આ 20માં વાઘનું મોત થયું છે. ગયા વર્ષે મરણ પામેલા વાઘની સંખ્યાની તુલનાએ છેલ્લા છ મહિનામાં આ સંખ્યા ઘણી વધુ છે. ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં 15  વાઘનાં મોત થયાનું નોંધાયું હતું. તાજેતરની ઘટનામાં પોસ્ટમોર્ટમ કરાયા પછી પણ વાઘના મરણનું કારણ જાણી શકાયું નથી. વાઘના શરીર પર ઇજાનાં કોઇ નિશાન ન હતાં તથા તેના શરીરના તમામ હિસ્સા પણ સાબૂત હોવાનું જણાયું હતું. પાટણબોરી રેન્જના ભવાન ખોરી વિસ્તારના રાબેતા મુજબના પેટ્રોલિંગ દરમિયાન જંગલ ખાતાના કર્મચારીઓને વાઘનો મૃતદેહ હાથ લાગ્યો હતો.


વાઘને ટી-3 તરીકે ઓળકી કાઢવામાં આવ્યો હતો. શિકારીના હાથે વાઘનું મોત થયાની શક્યતા નકારી કાઢતાં નાયબ ફોરેસ્ટ કન્ઝર્વેટર કિરણ જગતાપે જણાવ્યું હતું કે, અમે સમગ્ર વિસ્તાર ખુંદી વળ્યા પણ અમને માનવા હાજરીના કોઇ સગડ મળ્યા નથી કે નથી તો કોઇ મોટું માંસભક્ષી પ્રાણી આ વિસ્તારમાં હોવાના પુરાવા મળ્યાં. મૃત વાઘના શરીરના તમામ હિસ્સા સાબૂત સ્થિતિમાં હતા અમે ફોરેન્સિક લેબમાં સેમ્પલો મોકલીશું. વાઘના અપમૃત્યુની બાબતે મધ્યપ્રદેશ પચી બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મધ્યપ્રદેશમાં 25 વાઘના મોત નોંધાયા છે. મધ્યપ્રદેશમાં આ વર્ષે વાઘના કુલ મોત પૈકીના 50 ટકા આ બે રાજ્યોમાં થયા છે. નેશનલ ટાઇગર  કન્ઝર્વેશન ઓથોરિટિના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા છ મહિનામાં 95 વાઘના મોત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application