Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજયમાં આગામી તારીખ 17 જૂન સુધીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની સંભાવના

  • June 11, 2024 

રાજયમાં આમ તો ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં રાજયમાં 26 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જયારે આજે દિવસ દરમિયાન બફારા સાથે ગરમીનો પારો કંડલા એરપોર્ટ પર 43 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ, રાજયમાં આગામી 17મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે એટલું જ નહીં, ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની સંભાવના છે. જયારે રાજયમાં આગામી તારીખ 17મી જૂન સુધીમાં પ્રતિ કલાકના 30થી 40 કિની ઝડપે પવન ફૂંકાવવા સાથે એટલે કે મીની વાવાઝોડા સાથે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે. આગામી તારીખ 17 જૂન સુધીમાં રાજયમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરાઈ છે.


મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ કરી છે, સંતરામપુરમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં 40 મિલિમીટર, મોરવાહડફમાં 27 મીલિમીટર, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11, કપરાડામાં 10, જેતપુરમાં 8 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં 5-5 મિલિમીટર વરસાદ પડ્યો હતો.


તો હજુ પણ હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ, આગામી તારીખ 17 જૂન સુધીમાં રાજયમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેના પગલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અનો મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવમના છે. ગાજવીજ અને આંધી તોફાન સાથે વરસાદ થવાનો છે. જોકે તારીખ 12 અને તારીખ 13 જૂન દરમ્યાન રાજયમાં વરસાદનું યલ્લો એલર્ટ જારી કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application