અંકલેશ્વર શહેરમાં પાર્ક કરેલી ઈકો ગાડીમાંથી બેટરી, જેક, સાયલેન્સર, જેબીએલ કંપની સાઉન્ડ સિસ્ટમ, LED TV તથા ટ્રેક્ટરમાંથી એમરોન કંપનીની બેટરી ચોરીની ચોરીનો ગુનો નોંધાયો હતો. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓરીજનલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરમાં જુના દિવા ગામ ખાતે માધ્યમીક શાળાની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ઈક્કો ગાડીમાંથી અજાણ્યા તસ્કરો બેટરી, જેક, સાયલન્સર, JBL કંપનીની સાઉન્ડ સિસ્ટમ, LED TV તથા ટ્રેક્ટર માંથી બેટરી ચોરી ગયા હતાં.
આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મમાલે જિલ્લા એસ.પી.એ આવા કેસને વહેલી તકે શોધી કાઢવા સૂચનાઓ આપી હતી. જેના આધારે D.Y.S.P. અને P.I.ના માર્ગદર્શન હેઠળ P.S.I. અને સ્ટાફનાં જવાનોએ હ્યુમન ઇન્ટેલીજન્સ અને સીસીટીવી તથા ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.
જેના આધારે ગુનામાં ગયેલા એક ઈક્કો ગાડી સાથે બંસી રેમશ પટેલ, જયેશ વરસન વસાવા અને રાહુલ બાબુ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે તેમની પાસેથી એક ઇક્કો ગાડીનું સાયલેન્સ૨ જેની કિંમત રૂપિયા 40 હજાર, ગાડીનો જેક જેની કિંમત રૂપિયા 500, ઇકો ગાડીની બેટરી જેની કિંમત રૂપિયા 2,000, LED TV-JBL કંપનીની સાઉન્ડ સિસ્ટમ જેની કિંમત રૂપિયા 9 હજાર અને ટ્રેક્ટરની એમરોન કંપનીની બેટરી જેની કિંમત રૂપિયા 4 હજાર મળીને કુલ રૂપિયા 55,500/-નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500