સોનગઢ તાલુકાના કપડબંધ ગામમાં વરલી મટકા જુગારના અડ્ડા પર તાપી ડીવાયએસપી સ્ટાફના જવાનોએ દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી 47 હજારના ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સોનગઢ તાલુકાના કપડબંધ ગામના બસ સ્ટેન્ડ પાછળ ચાલતા જુગારના અડ્ડા પર મુંબઈ થી નીકળતા વરલી મટકાના અંકો ઉપર હાર જીતનો જુગાર રમી-રમાડી રોકડા રૂપિયા 8,660/- તથા બે મોટર સાયકલ જેની કિંમત રૂપિયા 35,000/- તથા જુગારના સાધનો અને મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 4000/- મળી કુલ રૂપિયા 47,660/- ના મુદ્દામાલ સાથે રંજનભાઈ મંજીભાઈ ભુસારા, યોગેશભાઈ રતિલાલ માસી અને સુરેન્દ્રભાઈ સુભાષભાઈ પવાર ત્રણેય જણા રહે, કલમખેત, નીચલું ફળિયું તા.વઘઈ જી.ડાંગ નાઓ ઝડપાઈ ગયા હતા.
જયારે કાં.તિલાલ રંગજીભાઈ ગામીત રહે,કપડબંધ,નિશાળ ફળિયું-સોનગઢ, સીતાભાઈ પવાર રહે,કાલિબેલ તા.વઘઈ જી.ડાંગ અને મુકેશભાઈ સિંધી રહે.નવાપુર (મહારાષ્ટ્ર) નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500