Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો સાથે એક મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરાઈ

  • July 30, 2023 

અમદાવાદનાં દાણીલીમડા પોલીસે ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે એક મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં ત્રણેય આરોપીઓ રૂપિયા 50 અને 100ના દરની બનાવટી ચલણી નોટો સાથે દાણીલીમડા પોલીસે ઝડપી લીધા છે. મોહરમનો તહેવાર હતો અને આવા સમયે રાત્રીના બજારોમાં ભીડ રહેતી હોય છે. જેથી આ ત્રણેય આરોપીઓ નકલી નોટો લઈને બજારમાં ફરતી કરવા માટે નીકળ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા 100/-નાં દરની કુલ 07 નોટો અને રૂપિયા 50ના દરની કુલ 34 નોટો મળી આવી છે. ત્યારે ત્રણેય આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી નકલી નોટો બનાવવાનું શીખ્યા હતા અને શખ્સના ઘરે જ પ્રિન્ટીંગ મશીન દ્વારા નકલી નોટો છાપતા હતા. દાણીલીમડા પોલીસ પેટ્રોલીંગમાં હતી.



તે સમયે બાતમી મળી હતી કે, એક મહિલા સહિત ત્રણ લોકો નકલી નોટો બજારમાં ફરતી કરવાના છે તેના આધારે પોલીસે વટવાના ઇમરાન પઠાણ, શાહઆલમના સલીમ મિયા શેખ અને શાહપુરની જોહરા બીબીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ત્રણેય આરોપીઓ એકબીજાના સબંધીઓ થાય છે. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીઓ આર્થિક ભીંસમાં આવી ગયા હોવાથી નકલી નોટો બનાવાનું નક્કી કર્યું હતું. વટવા વિસ્તારનો રહેવાસી એવો ઈમરાને પોતાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપી હતી. તેને માર્કેટમાં ફરતી કરવાનું નક્કી કર્યું હતું. આ કામ માટે મહિલાને જોડે રાખી હતી, જેથી કરીને કોઈને શંકા જાય નહી અને સરળતાથી બજારમાં નકલી નોટો ફરતી કરી શકાય. આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, આ બનાવટી નોટો તેમણે ટ્રાયલ બેઝ પર બનાવી હતી.



જો આમાં સફળતા મળી ગઈ હોત તો વધુ બનાવટી નોટો છાપવાના હતા. તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ચલણી નોટો કેવી રીતે છાપી શકાય તેની જાણકારી ઇમરાને મેળવી હતી અને ઘરે પ્રિન્ટીંગ મશીન દ્વારા નકલી નોટો છાપી હતી. બનાવટી નોટો છાપનારા આરોપીઓએ ચલણી નોટો અને બનાવટી નોટો વચ્ચેનો ભેદ શું હોય છે તેની પુરેપુરી સમજણ મેળવી હતી. બાદમાં ઇન્ટરનેટના માધ્યમથી ચલણી નોટો કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ કર્યો હતો. ભારતીય ચલણી નોટોમાં જે પ્રકારનું કાગળ વપરાય છે, તેની વ્યવસ્થા આરોપીઓએ કરી હતી. જે બાદ પ્રિન્ટર વડે પહેલા 50 રૂપિયાના દરની નકલી નોટો છાપી અને બાદમાં 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સરળતાથી બનાવટી નોટો માર્કેટમાં ફરતી કરી શકાય તેથી મહિલાને જોડે રાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application